મોરબી પાલિકા-બાર એસો.ના સહયોગથી લાલબાગ વિસ્તારમાં સફાઈ અભિયાન
SHARE
મોરબી પાલિકા-બાર એસો.ના સહયોગથી લાલબાગ વિસ્તારમાં સફાઈ અભિયાન
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળની સુચના અન્વયે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ દીલીપ પી. મહિડાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ લાલબાગ વિસ્તારમાં મોરબી નગરપાલિકા તથા મોરબી બાર એસો.ના સહયોગથી “સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને સ્વચ્છતાની મહત્વતા તથા જરૂરિયાત સમજાવવામાં આવેલ હતી તથા કચરાની સાફસફાઈ કરવામાં આવેલ છે. વધુમાં હાજર નગરજનોને પોતાની સોસાયટી શેરી, રહેણાંક તથા ધંધા-નોકરીના સ્થળે, મુલાકાતના સ્થળે સ્વચ્છતા જાળવવા તથા કચરો ગમે ત્યા ન ફેંકવા માટે મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા મોરબી બાર એસો.ના પ્રમુખ દીલીપભાઈ અગેચણીયા તથા ફોરેસ્ટ અધિકારી સોનલબેન ભરાડ દ્વારા હાજર રહી અપીલ કરવામાં આવેલ હતી.









