મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા કલાઉત્સવમાં તાલુકાકક્ષાએ પ્રથમ


SHARE













મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળા કલાઉત્સવમાં તાલુકાકક્ષાએ પ્રથમ

જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-મોરબી પ્રેરિત અને બીઆરસી ભવન-મોરબી આયોજિત કલા મહોત્સવ અંતર્ગત શાળાકક્ષા, કલસ્ટર કક્ષા,બ્લોકકક્ષા,જિલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ગાયન, વાદન, ચિત્ર અને કાવ્ય લેખન તથા પઠનની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં પ્રાથમિક વિભાગમાં તાલુકાકક્ષાની સ્પર્ધામાં 18  ક્લસ્ટરમાંથી દરેક સ્પર્ધામાં 18 એમ કુલ 72 વિદ્યાર્થીઓએ તાલુકાકક્ષાએ ભાગ લીધો હતો જેમાં કાવ્ય લેખન અને પઠન વિભાગમાંથી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીની હેન્સી દિલીપભાઈ પરમાર કે જેની વકતૃત્વ શૈલી પણ બેનમૂન છે તે પોતાની યુ-ટ્યુબ ચેનલ હેન્સી પરમાર રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોનું મહાત્મીય રજૂ કરતા સુંદર વક્તવ્ય મૂકે છે એ હેન્સી પરમારનો કાવ્ય લેખન અને પઠનમાં તાલુકાકક્ષાએ પ્રથમ નંબર આવતા શાળાનું અને પરિવારનું ગૌરવ વધારતા હેન્સીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે






Latest News