મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા 300 દાતાઓનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા 300 દાતાઓનું કરાયું સન્માન

મોરબીમાં આવેલ બાપસીતા રામ ચોકમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એજમાં લજાઈ ખાતે બની રહેલા ઉમા સંસ્કારધામ (સમાજવાડી)માં અતિથિગૃહ, રંગભવન, આદર્શ લગ્ન હોલ અને ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે છૂટા હાથે દાન આપનારા સમાજના 300 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી તા 13 થી 15 નવેમ્બર દરમ્યાન ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આવ્યો મા નો રૂડો અવસર કાર્યક્રમનું મોરબીના બાપસીતા રામ ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ લોકોની સમક્ષ તેની હાસ્યકલ રજૂ કરી હતી અને લેખક તેમજ વક્તા શૈલેષભાઈ સગપરીયાએ લોકોને પ્રસંગોચિત વાત કરી હતી. આ કાતકે જેરામભાઈ વાંસદડીયા, અરવિંદભાઈ કણસાગરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ઉમા સંસ્કારધામના નિર્માણ કાર્યમાં જે દાતાઓએ સહયોગ આપેલ છે તેવા 300 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય દાતા તરીકે પરસોત્તમભાઈ વરમોરા, જીવરાજભાઈ ફુલતરીયા, લાલજીભાઈ અઘારા, મોરબી ઉમિયા નવરાત્રિ મહોત્સવના રામજીભાઈ કુંડારીયા, પરેશભાઈ મોરડિયા, અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ એલ. પટેલ, સ્વ. અમરશીભાઈ ધનજીભાઈ અઘારા, કરમશીભાઈ વડગાસિયા, ત્રંબકભાઈ ફેફર, નેવિલભાઈ ભાલોડિયા વિગેરેનો સમાવેશ થાય છે.

તો શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફરે સેવાના કામ માટે સમાજ તરફથી ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર અને ઉમા સંસ્કારધામના ચેરમેન એ.કે. પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News