ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાય ઓવરબ્રિજના કયારે બનશે ? અઢી વર્ષે માત્ર પિલ્લર ઊભા થયા !: અધિકારીને સસ્પેન્ડ-કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાય ઓવરબ્રિજના કયારે બનશે ? અઢી વર્ષે માત્ર પિલ્લર ઊભા થયા !: અધિકારીને સસ્પેન્ડ-કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ

સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ધડોધડ વિકાસ કામોને મંજુર કરીને તેના ખાતમુહૂર્ત કરવામાં આવે છે જો કે, સ્થાનિક અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઢીલીનીતિના લીધે વર્ષો સુધી કામ પૂરા થતા નથી. આવો જ ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે અને અંદાજે ત્રણ વર્ષ પહેલા મંજૂર થયેલ ફ્લાય ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવાની વાત તો દૂર રહી પરંતુ હજુ તો પિલ્લર ઊભા કરવા માટેની કામગીરી પણ પૂર્ણ થયેલ નથી તો બ્રિજ ક્યારે બનશે અને લોકો તેનો ઉપયોગ ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસેથી જેતપર ગામ તરફ જવાનો રસ્તો અને હળવદ તરફ જવાનો રસ્તો પસાર થાય છે અને તે બંને રોડ ઉપર છેલ્લા વર્ષોમાં અંદાજે 250 થી વધુ નાના મોટા સિરામિક સહિતના કારખાના આવેલ છે જેથી કરીને દરરોજ હજારોની સંખ્યામાં ત્યાંથી વાહનો પસાર થતાં હોય છે અને ભંગાર રોડના લીધે દરરોજ ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે જેનું નિવારણ કયારે આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.

મોરબીના લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા વર્ષ 2021 માં ફ્લાય ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો અને અંદાજે 30 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજનું કામ કરવાનું હતું જે કામનું ખાતમહૂર્ત વર્ષ 2022 ના ફેબ્રુઆરી મહિનાની આસપાસમાં મોરબીના જે તે સમયના ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા માજી કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને જે તે સમયે 18 મહિનામાં ત્યાં ફ્લાયઓવર બ્રિજ કાર્યરત થઈ જશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે તેવી વાતો કરવામાં આવી હતી. પરંતુ અફસોસની વાત એ છે કે ખાતમહુર્ત કરવામાં આવ્યુ તેને અઢી વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં પણ હજુ ત્યાં માત્ર ચાર પિલ્લર ઉભા કરવામાં આવ્યા છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા એનએસયુઆઈના જિલ્લાના પ્રમુખ ભાવિકભાઈ મુછડિયાએ જણાવ્યુ હતું કે ફ્લાયઓવર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ કરવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ સદંતર બંધ હાલતમાં પડ્યું છે. જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આટલું જ નહીં પરંતુ ચોમાસા દરમિયાન સર્વિસ રોડની હાલત પણ દયાનીય હોય છે અને સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા હોવાના કારણે અવારનવાર ત્યાં નાના-મોટા અકસ્માતો થતા હોય છે તેમજ ટ્રાફિકજામ થાય છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા બુરવા માટેની કામગીરી પણ કરવામાં આવતી નથી અને અધિકારીઓ પણ તેમની પાસે કામ કરાવી શકતા નથી.

આ ફ્લાયઓવર બ્રિજનું કામ જે સમયમાં પૂરું કરવાનું તે સમયમાં પૂરું થયેલ નથી અને લોકો ખાડા, ધૂળની ડમરી, ટ્રાફિકજામ સહિતના પ્રશ્નોથી હેરાન છે છતાં કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને ગોકળગતીએ કામ કરનારા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ આ ફ્લાયઓવર બ્રિજનું કામ વહેલા વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી લાગણી અને માંગણી મહેન્દ્રનગર ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. 

આ બાબતે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જે તે સમયે જે ડિઝાઇન ફ્લાયઓવર બ્રિજ માટે મંજૂર થઈ હતી તે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી કરીને કામમાં વિલંબ થયો છે અને ફેરફાર સાથેની નવી ડિઝાઇન વાળો આ ફ્લાયઓવર બ્રિજ બનાવાનો છે જેથી હાલમાં કામ બંધ છે અને નવી ડિઝાઈન સરકારીમાંથી મંજુર થઈને આવે ત્યાર બાદ કામગીરી ઝડપથી આગળ વધશે.

સામાન્ય રીતે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવે ત્યારે તે કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો સમય નિશ્ચિત કરેલો હોય છે પરંતુ તે નિશ્ચિત કરેલા સમય મોટાભાગના કામ પૂર્ણ થતા નથી તેવી જ રીતે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જે ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તે કામ માત્ર 18 મહિનામાં પૂરું કરવાનું હતું પરંતુ લગભગ અઢી વર્ષ કરતાં વધુ સમય વતી ગયો છે તેમ છતાં પણ હજુ પિલ્લર ઉભા કરવાની કામગીરી પણ પૂર્ણ થયેલ નથી ત્યારે આ ફ્લાયઓવર બ્રિજ ક્યારે બનશે અને કેટલા વર્ષે લોકો તેનો ઉપયોગ કરી શકશે. તે પણ હાલમાં કહેવું મુશ્કેલ છે






Latest News