મોરબીની યુ.એન.મહેતા આટર્સ કોલેજમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબીમાં જાતે ગળાના ભાગે ચપ્પુ મારી લેનારા યુવાનનું સારવાર દરમ્યાન મોત
SHARE
મોરબીમાં જાતે ગળાના ભાગે ચપ્પુ મારી લેનારા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાનની માનસિક સ્થિતિ સારી ન હતી અને તેણે લેબર કવાર્ટરમાં પોતે પોતાની જાતે ચપ્પુ તેના ગળાના ભાગે મારી દીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના હળવદ રોડ પર આવેલ ઊંચી માંડલ ગામ પાસે બ્લીસ ક્લેય નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જાલમ જયરામ ભીલાલા (39) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે તેણે પોતે પોતાની જાતે પોતાના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું જેથી કરીને તેને ઈજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની માનસિક સ્થિતિ સારી ન હોય તેણે પોતે પોતાની જાતે પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું અને સારવાર દરમિયાન તે યુવાનો મોત નીપજયું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે