મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ચાર શખ્સ પકડાયા


SHARE









વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ચાર શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ચાર શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને તેની સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર દ્વારકાધીશ હોટલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદસિંહ મહિપતસિંહ ગોહિલ (30) રહે. નવા ઢુવા મૂળ રહે ભડલી સિહોર વાળો મળી આવતા પોલીસે 950 રૂપિયાની રોકડ કબજે કરી હતી. આ ઉપરાંત ઢુવા નજીક માટેલ રોડ ઉપર અમરધામ પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી બળદેવભાઈ ખોડાભાઈ દેગામા (37) રહે. નવા ઢુવા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 1,100 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ મંદિરની પાછળના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના આધારે જુગાર રમતા જીતુભાઈ ચોથાભાઈ ભવાણીયા (22) અને માવજીભાઈ સન્નાભાઈ કુણપરા (42) રહે. બંને રાતાવિરડા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 700 ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News