હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કારમાં આગ લાગતા દરવાજા લોક થઈ જવાથી સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મોત


SHARE













મોરબીમાં કારમાં આગ લાગતા દરવાજા લોક થઈ જવાથી સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી એક યુવાન પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર તે ગાડીની અંદર આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટે થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા જેથી કારની અંદર બેઠેલ યુવાન આગમાં સ્થળ ઉપર જ ભડથું થઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બધા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને ફાયરની ટીમે ગાડીમાંથી મળેલ રોકડા પાંચ લાખ, ઘડિયાળ અને આઠ મોબાઈલ ફોન મૃતકના કૌટુંબિક ભાઈને પોલીસની હાજરીમાં આપેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રહેતા અને એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજયભાઈ નાનજીભાઈ ગોપાણી (39) નામનો યુવાન કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી બપોરના 1:00 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેની ગાડીમાં આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જોતા જોતામાં આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી અને કારના દરવાજા લોક થઈ ગયા હોવાથી કારમાં બેઠેલા અજયભાઈ ગોપાણી કારની બહાર નીકળી શક્યા ન હતા અને આગ લાગવાની આ ઘટના અંગેની જાણ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કારમાં લાગેલી આગને કંટ્રોલ કરવા માટે થઈને પાણીનો મારો શરૂ કર્યો હતો.

જોકે, ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલી આગને કંટ્રોલ કરવામાં આવી ત્યાં સુધીમાં આગની અંદર ગાડીમાં જ અજયભાઈ ગોપાણી ભડથું થઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસની ટીમને જાણ થતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આ બનાવની જાણ થતા તેઓ પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે યુવાન પોતાની ગાડી લઈને ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

વધુમાં મોરબી પાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ગાડીમાં આગ લાગવાથી એક યુવાનનું મોત નીપજયું છે અને આગ કાબુમાં આવ્યા પછી તુર્તજ ગાડીમાંથી મૃતક યુવાનની બોડીને બહાર કાઢવા માટેનું કામ કરવામાં આવ્યું હતું અને ગાડીમાંથી એક થેલો મળી આવેલ છે જેમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવેલ છે જે તમામ મુદામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવેલ છે.






Latest News