વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

ગોરખધંધા !: મોરબીમાં પ્રેસ કાર્ડ રિન્યૂ કરવાના રૂપિયા માંગીને ખોટા આક્ષેપો કરનારા પત્રકાર વિરુદ્ધ એસપીને રજૂઆત


SHARE











ગોરખધંધા !: મોરબીમાંપ્રેસ કાર્ડ રિન્યૂ કરવાના રૂપિયા માંગીને ખોટા આક્ષેપો કરનારા પત્રકાર વિરુદ્ધ એસપીનેરજૂઆત

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેસના કાર્ડ વેચવાનો ધંધો ફૂલ્યોફાયો છે અને એટલા જ માટે જો પ્રેસ કાર્ડ મોરબીમાં શોધવા જઈએ તો મોટા શહેરથી પણ વધુ પ્રેસ કાર્ડ મોરબી જેવા નાના શહેરમાંથી મળે તેમ છે તેવામાં મોરબીના એક પેટ્રોલપંપ ધારકને રૂપિયા લઈને પ્રેસ કાર્ડ ટોલનાકે ટેક્સ આપવો નહીં પડે તેવું કહીને આપવામાં આવ્યું હતું અને તેને રિન્યૂ કરવા માટે રૂપિયા માંગ્યા હતા જે આપવાની પેટ્રોલપંપ ધારકે ના પડી હતી જેથી કરીને તેની તેમજ તેના પેટ્રોલપંપની બદનામી થાય તેવા ખોટા આક્ષેપો કરીને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ હતો જેથી કરીને આ પત્રકાર સામે ભોગ બનેલા યુવાને હાલમાં એસપીને લેખિતમાં રજૂઆત કરેલ છે અને પ્રેસ કાર્ડ રીન્યુ કરવા માટે રૂપીયાની માંગણી કરીને ધાક ધમકી આપનારા પત્રકારની સામે કાયદેસરની કરવાની માંગ કરી છે. 

મોરબીમાં સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે નાયરા એનર્જી લી. કંપનીનો "શ્રી ક્રિષ્ના પેટ્રોલીયમ" નામથી પેટ્રોલ પંપ આવેલ છે તે પમ્પના સંચાલક કૃષિતભાઈ મંગલજીભાઈ સુહાગીયા દ્વારા એસપીને લેખિતમાં પત્રકાર સામે અરજી ફરિયાદ કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પેટ્રોલ પંપ ઉપર ડીઝીટલ પેમેન્ટ સ્વીકારતા નથી.તેવી અરજી પત્રકાર દ્વારા આપવામાં આવી હતી અને સોશ્યલ મીડીયા મારફત પેટ્રોલ પંપની બદનામી કરી હતી અને ખોટા મેસેજ તેમજ વિડીયો વાયરલ કરેલ હતા જે અરજીમાં જણાવેલ આક્ષેપો પત્રકાર સાબીત કરી શકેલ નહી. જેથી અરજીને ફાઈલે કરેલ છે. વધુમાં અરજદારે જણાવ્યુ છે કે, આ પત્રકારે બહારના રાજ્યના વિડીયો મીક્ષ કરીને પેટ્રોલ પંપની તેમજ તેઓની બદનામી કરેલ છે. અને આટલું જ નહીં તેના ખોટા આક્ષેપના લીધે તેઓને ધંધામાં મોટું નુકશાન ગયેલ છે તેમજ નાયરા એનર્જી લી. કંપનીમાં પેટ્રોલ પંપના સંચાલકની શાખને મોટું નુકશાન થયેલ છે જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, અરજદારને આ પત્રકારે ખોટી લોભામણી લાલચ આપીને પ્રેસ કાર્ડ આપ્યું હતું અને કહ્યું હતું કે, આ કાર્ડથી ઈન્ડીયામાં કોઈપણ ટોલનાકે ટેક્સ લેશે નહીં અને તેની પાસેથી કાર્ડ માટે ૪,૦૦૦ રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ કાર્ડ આપ્યું હતું અને તા ૪/૮/૨૦૨૪ ના રોજ આ કાર્ડ રીન્યુ કરવા માટે ૩,૦૦૦ માંગ્યા હતા જે આપવાનું ના પડી હતી જેથી કરીને ખોટા આક્ષેપો કરીને પેટ્રોલ પંપની બદનામી કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબીમાં રૂપિયા લઈને પ્રેસના કાર્ડ વેચતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.






Latest News