મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી
ટંકારાના વીરવાવ ગામે રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત
SHARE
ટંકારાના વીરવાવ ગામે રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત
ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ અટેકથી યુવાનનું મોત નીપજયું હોય આ બનાવની પોલીસે નોંધ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા સામતભાઈ વેરશીભાઈ રબારી (21) નામના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને મૃતક યુવાનનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હોવાનું સામે આવેલ છે જે અંગેની મોરબી પોલીસ દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાને માર માર્યો
મોરબીના વજેપર વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે રહેતા લતાબેન જયંતીભાઈ ડાભી (35) નામના મહિલાને ઘરે હતા ત્યારે તેના જેઠ અને જેઠાણી દ્વારા માર મારવામાં આવતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માર માર્યો
મોરબીમાં કબીર ટેકરી શેરી નં-8 માં રહેતા હુસેન સુલેમાનભાઈ (81) નામના વૃદ્ધને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી