હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા મહિલા સારવારમાં


SHARE









મોરબીના નવા સાદુળકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા મહિલા સારવારમાં

મોરબીના નવા સાદુળકા ગામની સીમમાં મહિલા વાડીએ હતી ત્યારે ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો. જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા સવિતાબેન નરેશભાઈ નાયકા (22) નામની મહિલાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોડાઉન પાસે રહેતા મંગુબેન ભગાભાઈ (49) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થતાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક સ્લીપ

મોરબીના રોહીદાસપરમાં રહેતા બાબુભાઈ ડાયાભાઈ ચાવડા (53) નામના આધેડ બાઈક લઈને તેઓના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી તેને માથા અને શરીરના ભાગે ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યાર બાદ રાજકોટ સારવારમાં લઈ ગયા છે અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે




Latest News