હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી


SHARE









મોરબીમાં ગાંધી જયંતી નિમિતે સાંસદ-ધારાસભ્ય સહિતનાઓએ હાથમાં સાવરણા લઈને કરી સ્વચ્છ ભારત દિવસની ઉજવણી

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨ જી ઓક્ટોબર 'સ્વચ્છ ભારત દિવસ' તરીકે ઉજવણી કરવા સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા આપણે સૌ સ્વચ્છાગ્રહી બનીએ અને ગમે ત્યાં કચરો ન ફેકવા માટે સંકલ્પ કરીએ. સ્વચ્છતા જાળવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો અત્યંત જરૂરી છે. ઉપરાંત ભીના અને સૂકા કચરાને અલગ અલગ રાખી તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે પણ મહત્વનું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ સ્વચ્છ ભારત માટે પ્લાસ્ટિકને જાકારો આપવાની બાબતને મહત્વ આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી જેથી પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરી દૈનિક વપરાશમાં કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય પહોંચ્યા છે અને લગભગ દરેક ગામડા ખુલ્લામાં શૌચમુક્ત બન્યા છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. વધુમાં ગાંધીજીના મોરબી જિલ્લા સાથેના સંબંધોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી વાંકાનેર સ્ટેટમાં દિવાન હતા જેથી ગાંધીજીનો મોરબી જિલ્લા સાથેનો સંબંધ બહુ જૂનો અને મહત્વનો છે. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપી જીવનમાં સ્વચ્છતાના મહત્વની વાત પર ભાર મૂક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશન(ગ્રા) ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓકટોબરને 'સ્વચ્છ ભારત દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવી છે. આ સ્વચ્છતા પખવાડિયાની મોરબી જિલ્લામાં સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કાર્યક્રમના સમાપન પ્રસંગે એવોર્ડ અર્પણ કરી પ્રોત્સાહીત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ પંચમુખી હનુમાનજી પાસે વેજીટેબલ રોડ પર રસ્તાની સફાઈ કરી હતી તથા પંચમુખી હનુમાનજી મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અને આ તકે કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News