મોરબીના નવા સાદુળકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા મહિલા સારવારમાં
મોરબી: માતાના મઢ દર્શને ડબલ સવારી બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત: મહિલાને બંને હાથમાં ફ્રેકચર
SHARE
મોરબી: માતાના મઢ દર્શને ડબલ સવારી બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત: મહિલાને બંને હાથમાં ફ્રેકચર
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતી મહિલા બાઈક ઉપર પોતાના ઘરેથી માતાના મઢ દર્શન કરવા માટે જઈ રહ્યા હતી દરમિયાન તેઓના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ડાબા હાથની કોણી અને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પહેલા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી
જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા રેખાબેન શામજીભાઈ સોનગરા (35) નામની મહિલા પોતાના ઘરેથી આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરવા માટે બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે કટારીયા પોલીસ ચોકી પાસે તેઓના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી અકસ્માત થયો હતો અને મહિલા રસ્તા ઉપર નીચે પટકાતા તેને ડાબા હાથના કોણીના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને જમણા હાથના કાંડાના ભાગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તે મહિલાને સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં હાલ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી કિશન રામભાઈ (18) નામનો યુવાન કલર કામ કરી રહ્યો હતો દરમિયાન તેના માથા ઉપર લોખંડનો સળીયો પડ્યો હતો જેથી માથામાં ઇજા થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બે ભાઈ સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભરત અગ્રભાઈ પરિહાર (21) અને સુનિલ અગ્રભાઈ પરિહાર (20) નામના બે યુવાનોને ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના કાંતિપુર ગામે રહેતા સવિતાબેન ધનજીભાઈ કલોલા (80) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં સવિતાબેનને ઈજા થતાં ઇજા પામેલ વૃદ્ધને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈને અવાયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી