મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઈ


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 6 ઓકટોબરના રોજ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની સ્કાયમોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે 40 જેટલાં મનોદિવ્યાંગ બાળકો, તેમના વાલી તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સેરેબ્રલ પાલ્સી એટલે કે સીપી એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. જે માંસપેશિઓને નિયંત્રણ, ગતિ અને પોસ્ચરને પ્રભાવિત કરે છે. આ વિકાસશીલ મસ્તિષ્કમાં ક્ષતિ અને અસામાન્યતાઓને કારણે થાય છે, જે સામાન્ય રીતે જન્મના પહેલાં તેમજ જન્મ સમયે થાય છે. સેરેબ્રલ પાલ્સી પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતાની અલગ-અલગ ડિગ્રીની સાથે અલગ-અલગ પ્રકારે જોવા મળે છે.

યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દિવ્યાંગ બાળકો અને તેના વાલીઓ સાથે રહીને તેમના જીવનના એક દિવસ આનંદ આપવા તેમજ તેઓના સંઘર્ષને વંદન કરી તેમનું અભિવાદન કરવા માટે આ વિશિષ્ટ દિવસની ઉજવણી કરવામાં હતી. જેમાં ર્ડો. સતીશ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને રમતો રમાડી અને નવરાત્રી નિમિત્તે ગરબા પણ રમાડવામાં આવ્યા હતા. તેવું દેવેનભાઇ રબારીએ જણાવ્યુ હતું




Latest News