મોરબી : રિવર્સમાં આવી રહેલ લોડર ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત
મોરબીથી કારખાને રસોઈ બનાવવા જતી મહિલાના એક્ટિવાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ટાયર નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત
SHARE
મોરબીથી કારખાને રસોઈ બનાવવા જતી મહિલાના એક્ટિવાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ટાયર નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત
મોરબીમાંથી બેલા ગામ નજીક કારખાનામાં રસોઈ બનાવવા માટે જતાં મહિલાના એકટીવાને બેલા ગામ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે મહિલા રસ્તા ઉપર નીચે પડતાં તેના જમણા પગના ભાગ ઉપરથી ટ્રક ટ્રેકરના ટાયરનો જોટો ફરી જવાના કારણે તેને સાથળ અને સાંધાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને મહિલાનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલકને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જોડીયા તાલુકાના માધાપર સાપરના રહેવાસી અને હાલમાં મોરબીના દરબારગઢ પાસે આવેલ દેરાસર શેરીમાં રહેતા કેતનગીરી ભીમગર ગોસાઈ જાતે બાવાજી (53)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 8 વાય 7133 ના ચાલક સામે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પત્ની મીનાબેન કેતનગીરી ગોસાઈ (37) એક્ટિવા નંબર જીજે 36 એજી 5267 લઈને મોરબીના બેલા ગામ નજીક આવેલ એડમીન સીરામીક ખાતે રસોઈ બનાવતા હોય ત્યાં રસોઈ બનાવવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે બેલા ગામની સીમમાં આવેલ શંભુ ડેકોર નામના કારખાના પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ફરિયાદીના પત્નીના એકટીવાને ખાલી સાઇડથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ફરિયાદીના પત્ની રસ્તા ઉપર નીચે પટકાતા તેમના જમણા પગના સાથળ તથા સાંધા ઉપરથી ટ્રક ટ્રેલરના ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાથી ફરિયાદીના પત્ની મીનાબેનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક રામલાલ લાલુરામ પંડીત જાતે બ્રાહ્મણ રહે. વોંઢા ગામ હનુમાનજીના મંદિર પાસે સાંચોર રાજસ્થાન વાળાની ધરપકડ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.ડી. ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવના કારણે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવેલ છે
બે બોટલ દારૂ
મોરબી તાલુકાના જુના હજનાળી ગામે તળાવ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1282 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અજયભાઈ મહાદેવભાઇ પરમાર જાતે કોળી (24) રહે જુના હજનાળી ગામ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલને તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
દારૂનો જથ્થો પકડાયો
મોરબીના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં મેઇન રોડ ઉપર શેરીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 120 લિટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 2400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા જાતે મિયાણા રહે. માળિયા વનાળીયા સોસાયટી મેઇન રોડ મોરબી વાળીનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે