મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી : રિવર્સમાં આવી રહેલ લોડર ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત


SHARE









મોરબી નજીક કારખાનમા રિવર્સમાં આવી રહેલ લોડર ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત

મોરબીના માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનામાં લોડર ટ્રેક્ટરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું ત્યારે ત્યાં પાછળના ભાગે મહિલાને હડફેટે લેતા તેના માથા ઉપરથી ટ્રેક્ટરના ટાયર ફરી જતા મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તે મહિલાનું મોત નીપજયું હતું. હાલમાં મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લોડરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગંદલારા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ સ્વરા માઇક્રોન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ લાલાભાઇ ગોદા જાતે આદિવાસી (52) નામના આધેડે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ટ્રેક્ટર નંબર જીજે 36 એએલ 0476 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કારખાનાના શેડમાં લોડરનો ચાલક તેનું વાહન રિવર્સમાં લઈ રહ્યો હતો ત્યારે પાછળથી તેમના પત્ની મંજુલાબેન લક્ષ્મણભાઈ ગોદા (35) પસાર થઈ રહ્યા હોય તેને હડફેટે લીધા હતા અને તે નીચે પડી જતા તેના માથા ઉપરથી ટ્રેક્ટર લોડરનું વ્હીલ ફરી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવમાં સંદર્ભે હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એન.બી. ડાંગર ચલાવી રહ્યા છે.

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના આમરણ નજીક કુંતાસી ગામે રહેતી આશીબેન રમેશભાઈ (9) નામની બાળકીને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ રામકો વિલેજમાં રહેતો શૈલેન્દ્રસિંહ હસુભા પરમાર (35) નામનો યુવાન બાઇક લઇને ઘૂટુંથી માંડલ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેનાલ પાસે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો અને બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News