વાંકાનેરના લુંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની યુપીથી ધરપકડ
ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે મોરબીના ધારાસભ્યને સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોએ આવેદન પાઠવ્યું
SHARE
ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે મોરબીના ધારાસભ્યને સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોએ આવેદન પાઠવ્યું
ગૌમાતા રાષ્ટ્ર માતા તરીકે પ્રસિદ્ધ થાય તેના માટે છેલ્લા ઘણા વર્ષથી ચર્ચા ચાલી રહી છે તેવામાં મોરબી સર્કિટ હાઉસ ખાતે સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ત્યાર બાદ મોરબી સર્વે હિન્દુ સંગઠનના હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા મોરબીના ધારાસભ્યને ગૌમાતા રાષ્ટ્ર માતા બનાવવામાં આવે તેવી આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે.
ભારતમાં હિન્દુઓ ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ વગેરે તમામ ધર્મશાસ્ત્રો ગાયને પશુ ગણવા માટે ના પાડે છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુની શ્રેણીમાં ગણી છે આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ રાજ્ય સરકારનો વિષય બનાવેલ છે. અને આ ધાર્મિક આસ્થાનો મામલો હોય બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવો અને સંપૂર્ણ ભારતમાં ગોવંશ હત્યા પ્રતિબંધિત કાનૂન બનાવી ગૌમાતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગોમાતાને રાષ્ટ્ર માતાના પદ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે તેવી માંગ સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સંતો-મહંતો અને સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો સાથે રહ્યા હતા અને ત્યારે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, મહાકાલ ગ્રુપ મોરબી, દલવાડી કનૈયા ગ્રુપ, શિવ શક્તિ સેવા સંગઠન, અર્જુન સેના, કેસરીનંદન ગ્રુપ, એકતા એજ લક્ષ સંગઠન, હિન્દુ જાગરણ મંચ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના સર્વે હિન્દુ સંગઠનના અધિકારી તથા કાર્યકર્તાઑ હાજર રહ્યા હતા.