હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા
SHARE









હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા
હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારનામાં રહેતો સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા (33) નામનો યુવાન રવિવાર રાત્રીના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેને માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાના બનાવની તપાસ શરૂ કરી છે અને યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે, યુવાનની હત્યા કોને કરી અને કયા કારણોસર કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
