મોરબીમાં દારૂની 30 બોટલ ભરેલ કાર સાથે એક પકડાયો: ટંકારામાં બિયરના 4 ટીન સાથે બે શખ્સ પકડાયા મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ પાસે ખેત તલાવડીમાં ડૂબી જતા માતા અને પુત્રીનું મોત


SHARE















મોરબીના ગુંગણ પાસે ખેત તલાવડીમાં ડૂબી જતા માતા અને પુત્રીનું મોત

મોરબીના ગુંગણ ગામ પાસે ખેત તલાવડીમાં માતા અને પુત્રી બંને ડૂબી ગયા હતા જેથી કરીને ફાયરની ટીમને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને પાણીમાં ડૂબી ગયેલ માતા અને પુત્રીના બોડીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગુંગણ ગામની સીમમાં ભરતભાઈ વિઠ્ઠલભાઈની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતાં મૂળ ગોધરાના રહેવાસી વિલાશબેન (20) અને તેની દીકરી શરીના (7 માસ) ખેત તલાવડીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે બંને ની બોડીને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં મળી રહેલ માહિતી મુજબ જાજરૂ કરવામાં માટે ગયેલ દીકરીને સાફ કરતાં સમયે પગ લપસી જતાં માતા અને તેની દીકરી બંને પાણીમાં પડી ગયા હતા અને બંનેના મોત નીપજયાં છે.






Latest News