મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જીવન ટુકાવવાનો પ્રયાસ કરનાર મહિલાની મદદે આવી 181 ની ટીમ


SHARE













મોરબીમાં જીવન ટુકાવવાનો પ્રયાસ કરનાર મહિલાની મદદે આવી 181 ની ટીમ

મોરબીમાંથી કોઈ વ્યક્તિએ 181 પર કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, એક મહિલા આત્મ હત્યા કરવા માટે જવાનું કહી રહી છે જેથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન પહોચી હતી.

181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવતાની સાથે જ 181 ટીમ કાઉન્સિલર બીનાબેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ બેન,પાયલોટ જીગર ભાઈ પીડિતા બહેનની મદદ માટે રવાના થયેલ હતા અને સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળેલ પીડિતા બહેનના હાથમા ચેકાના ઘા મરેલ છે જેમાં બહેનને હાથમાં ઇજા થયેલ હોય સારવાર માટે 108 ની સેવા લેવામાં આવી હતી અને પીડિતા બહેનએ જણાવેલ તે આત્મહત્યા કરવા માગે છે અને ટ્રક નીચે આવીને દેહનો ત્યાગ કરવા માંગે છે એમ કહીને પીડિતા બહેનએ દોટ મુકેલ રોડ પર જેથી 181 ટીમ બહેનની પાછળ ગયેલ અને બહેનને આશ્વાસન આપેલ અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો

ત્યાર બાદ પીડિતા બહેનએ જણાવેલ તે જે વ્યક્તિએ 181 પર કોલ કરેલ તેની સાથે 14 વર્ષ થયા લિવિંગ રીલેશનશિપમા રહે છે જેમાં કાલે પીડિતા બહેનના પુરુષ મિત્ર ઘરે આવેલ જેમાં લિવિંગમા સાથે રહેનાર વ્યક્તિએ તે બાબત પર શંકા કરેલ જેથી બોલાચાલી થયેલ જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જીવન જીવવા ઇચ્છતા ના હોય જેથી આજ રોજ ચાકુ વડે હાથમાં ચેકા કરેલ હતા અને હાલ પણ ટ્રક નીચે આવીને આત્મ હત્યા કરવા માટે દોટ મુકેલ હતી તે બહેનને આત્મા હત્યા કરવા માટે જતા રોકેલ હતા અને સમજાવીને બચાવેલ હતા અને આત્મ હત્યા કરવીએ કોઈ હલ નથી અને બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેનના હાથ માં પાટ્ટો બંધાવીને સારવાર કરી હતી અને આ બહેનને કાઉન્સિલિંગ માટે મોરબીમા આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમા હેન્ડો અવર કરેલ છે.






Latest News