મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત


SHARE









ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં વૃદ્ધને તેની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહીને લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ તેની સાથે છેતરપિંડી અને ઠગાઈ કરીને તે સોનાની મઢેલી માળા પાછી ન આપીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલી યોગેશ્વરનગર પાસે ભંભોડીની વાડીમાં રહેતા વ્રજલાલ નવઘણભાઈ નકુમ (71)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/9/2024 ના બપોરના આશરે 11:00 વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલા દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં એક અજાણ્યા શખ્સ દ્વારા તેઓને વિશ્વાસમાં લઈને તેની રુદ્રાક્ષની માળા સોનેથી મઢેલ હતી તે માળાને સાફ કરી આપવાનું કહીને લાલચ આપી હતી અને ફરિયાદી વૃદ્ધને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડિ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા 80 હજાર રૂપિયાની કિંમતની સોનાની માળાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને લઈ જનાર અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News