મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહની ભવ્ય પોથીયાત્રા યોજાઇ વિકસિત ભારતના બણગાં: મોરબી નજીકના ઘુટુ ગામે આવેલ રામકો સોસાયટીમાં 15 વર્ષથી રહેતા લોકોની નથી મળતી પ્રાથમિક સુવિધા ! મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના લાલપર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું


SHARE













મોરબી તાલુકાના લાલપર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

સમગ્ર મોરબી જિલ્લામાં સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ- આમ ત્રિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી તાલુકામાં આવેલ લાલપર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. શાળાના ભુલકાંઓએ મહેમાનોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મિલેટસમાંથી બનેલ વાનગીઓનું પ્રદર્શન અને મેડિકલ ચેકઅપ કેમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, તાલુકા મામલતદાર નિખિલ મહેતા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાંસદડીયા, ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા અરજદારઓ, શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.




Latest News