મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટર કે.બી.ઝવેરીએ ૨૩ વર્ષના વિકાસ અંગે મોરબી ટુડે સાથે કરી ખાસ વાતચીત


SHARE







































મોરબીના કલેક્ટર કે.બી.ઝવેરીએ ૨૩ વર્ષના વિકાસ અંગે મોરબી ટુડે સાથે કરી ખાસ વાતચીત

વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ૨૩ વર્ષની વિકાસ ગાથા અંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૨૦૧ માં ૦૭ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આજ દિન સુધી વિકાસની યાત્રામાં થયેલ અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની વિકાસ ગાથા અંગે ચર્ચા વિચારણા માટે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મોરબી ટુડે સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિમાંશુ ભટ્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ ઔપચારિક મુલાકાત દરમિયાન છેલ્લા ૨૩ વર્ષમાં વિકાસના અનેક પ્રકલ્પો થકી મોરબી જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર અંગે વાતચીત કરતા મોરબી જિલ્લાને મળેલ અનેક અત્યાધુનિક આંતર માળખાકીય સુવિધાઓ, અનેક મેજર ઓવરબ્રિજ અને સુવિધાસભર હાઇવે, સિરામિક ઉદ્યોગ માટે ગેસ પાઇપલાઇન તેમજ અનેક ટેક્સ નાબૂદી,  સિરામિક ઉદ્યોગ માટે આંતર માળખાકીય સવલતો ઉપલબ્ધ કરાવવી, મેડિકલ કોલેજ, મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ સહિત અનેક વિકાસકાર્યો અને યોજનાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
















Latest News