મોરબી તાલુકામાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, બે મહિલા બુટલેગરની શોધખોળ
હળવદમાં દાબેલીની દુકાનેથી યુવાનના 20 હજારની કિંમતના મોબાઇલની ચોરી
SHARE








હળવદમાં દાબેલીની દુકાનેથી યુવાનના 20 હજારની કિંમતના મોબાઇલની ચોરી
હળવદમાં આવેલ દાબેલીની દુકાન પાસે ઉભેલા યુવાનનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શીરોઈ ગામે રહેતા પિયુષભાઈ દિનેશભાઈ વાઘેલા (23)એ અજાણ્યા શખ્સની સામે હાલમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદમાં રાણા સાહેબના દવાખાના પાસે આવેલ માંડવી દાબેલી ગામની દુકાને તે હતો ત્યારે ત્યાંથી કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના 20,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી લેવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

