મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, બે મહિલા બુટલેગરની શોધખોળ


SHARE







મોરબી તાલુકામાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, બે મહિલા બુટલેગરની શોધખોળ

મોરબી તાલુકા પોલીસની ટીમે જુદાજુદા ત્રણ જગ્યાએ દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સને પકડવામાં આવેલ છે અને દારૂ આપવામાં બે મહિલા બુટલેગરના નામ સામે આવેલ છે જેથી તેની સામે પણ ગુના નોંધીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી તાલુકાના ટિંબડી ગામના સીમ વિસ્તારમાં કારખાનાની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 22 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 4,400 ની કિંમતમાં દારૂનો જથ્થો તથા એક મોબાઈલ ફોન મળીને 9,400 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી રફિકભાઈ રહીમભાઈ માણેક (24) રહે. વીસીપરા શેરી નં-8 મોરબી મૂળ રહે. વેલનાથ પરા શેરી નં- 22 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે ગુલશનબેન ઉર્ફે મુન્ની સુમરા રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંનેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ કારખાના પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 15 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 3,000 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે ઈકબાલભાઈ ગુલામહુસેન માલાણી (44) રહે. માળીયા ફાટક કાંતિનગર મોરબી વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો ઝરીનાબેન અનવરભાઈ માલાણી પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યું છે અને મહિલા બુટલેગરને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પેપરમીલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 16 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 3,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ રણછોડભાઈ ઝાપડા (31) રહે. રફાળેશ્વર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.




Latest News