મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડોક્ટર મહિલાને મરવા મજુબર કરનાર ડોક્ટર પતિ સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીમાં ડોક્ટર મહિલાને મરવા મજુબર કરનાર ડોક્ટર પતિ સામે નોંધાયો ગુનો

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા ડોક્ટર મહિલાએ તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના બહેન ડોક્ટર હતા અને તેના લગ્ન પણ ડોક્ટર સાથે જ કરાવ્યા હતા જો કે, તેના જમાઈ ઘર ચલાવવા પૈસા આપતા ન હતા અને ફરિયાદીને બહેનને  દુઃખ ત્રાસ આપતા હતા જેથી તેને આપઘાત કર્યો હતો જે બનાવમાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના સુરવદર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ વસંતપાર્કમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈ (26) એ તેમના બનેવી ડો.તેજસ નાગરભાઈ ભુવા રહે.સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર તા.મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 9/8/2024 ના રોજ ફરિયાદીના બહેન મિતાલીબેને તેના જ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કેમ કે, તેની બહેનને તેના બનેવી જે ડોક્ટર છે તેના દ્વારા ઘર ચલાવવા માટે પૈસા આપવામાં આવતા ન હતા અને ઘરેણાં પણ પહેરવા ન આપીને દુઃખ ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીની બહેને આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ લઇને તેના બનેવીની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.




Latest News