ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગરમ રવાપર નદી, ભક્તિનાગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો વાંકાનેરના હોલમઢ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS ટીમ દ્વારા ચેકીંગ ટંકારાના લૂંટ કેસમાં સફળતા બદલ આઈજી દ્વારા એસપી સહિતના તમામનું કર્યું સન્માન મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સાથણીની જમીન બાબતે અનુ. જાતિના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત


SHARE















મોરબી જિલ્લામાં સાથણીની જમીન બાબતે અનુ. જાતિના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત

મોરબી જિલ્લામાં સાથણીમાં સરકારી ખરાબાની જમીનો પછાત વર્ગના લોકોને આપવામાં આવી હતી તેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ, દબાણ, રેકર્ડમાં ચેડા, ખોટી રીતે શરતભંગ, વિગેરે જેવી ઘટનાઓ બનેલ છે જેથી કરીને અનુસુચિત જાતિના અગ્રણીઓ દ્વારા આ બાબતે સમિક્ષા કરીને અહેવાલ પ્રસિધ્ધ કરવા માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં રાજકોટના ધરમનગરમાં રહેતા બી.એલ. સોલંકી તેમજ અનુસુચિત જાતિના અગ્રણીઓ દ્વારા કેલેક્ટરને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, અનુસુચિત જાતિના લોકોને આપવામાં આવેલી સાથણીની જમીનમાં ગેરરીતિ, દબાણ, રેકર્ડમાં ચેડા, ખોટી રીતે શરતભંગ, ભૂમાફિયાઓના કબજા જેવી ઘટનાઓ બનેલ છે જેથી કરીને લોકો તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે તો પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરતાં નથી. જેથી સાથણી કેટલા તબક્કામાં થઈ છે ?, સાથણી, ભુદાન, અનુસુચિત જાતિ ખેતી મંડળીને ક્યાં ગામમાં કેટલી જમીનો અપાય છે ?, કેટલી જમીનો સાથણી થયા પછી કબજા સોંપેલ નથી, કેટલી જમીનો શરતભંગ થઈ છે ?, કેટલી જમીનો જુની શરતમાં ફરી ગઈ છે, કેટલી બાકી છે ?, સાંથણીની કેટલી જમીનોનું વેચાણ થયેલ છે ?, કેટલી જમીનો જાહેર હેતુ માટે સંપાદન થયેલ છે ?, કેટલી જમીનોના હુકમો છે, સ્થળ પર જમીન નથી ? અને કેટલી જમીનોની કોર્ટ મેટરો છે ? તે રેકર્ડની ખરાઈ કરાવીને પંચો સાથે રાખીને સ્થળ પર વિઝિટ કરીને ખરી હકીકતનો અહેવાલ વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News