મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિરાટ આયોજન


SHARE











મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિરાટ આયોજન

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.9 ઓકટોમ્બર થી 13 ઓકટોમ્બર સુધી 5 દિવસ શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમિટી દ્વારા આઠમાં વર્ષે દુર્ગાપૂજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા નોરતેથી નારી શકિતના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવાના અને હર એક નારી ની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગાના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પૂજા મહોત્સવનું છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

નારી શક્તિના મહાન ઉત્સવ સમાન દુર્ગા પુજાનો મુળસાર એ છે કે હર એક નારીની અંદર એક ખાસ શકિત રહેલી છે એ શક્તિને જાણવાનો અને તેનો અહેસાસ કરવાનો અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવાનો, બુરાઈના પ્રતિક સમા મહીસાસૂરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ, અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્ચીત છે જરૂર છે માત્ર અંદરની શકિતને ઓળખવાની અને તેનો યોગ્ય સમય પર યોગ્ય ઉપયોગ કરવાની.

દુર્ગા પૂજામાં બલ,બુદ્ધિ,જ્ઞાન,સમજ,વિવેક,ન્યાય,સત્ય અને જીવનને ઉચ્ચધ્યેયનો મહા સંગમ છે 5 દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુરમર્દિની મા દુર્ગાના વિરાટ રૂપના દર્શન, સૌમ્ય દેવી સરસ્વતીના, સમુદ્ધિ અને યશના દેવી લક્ષ્મીના, વિધ્યા અને બુદ્ધિના સ્વામી ગણેશજીના, શૌર્ય અને બલના સ્વામી કાર્તિકેયજીની પુજા સ્તૂતી અને આરતી અને તમામ સંસ્કૃતિક કાર્યક્રમોનો મહા સંગમ છે, તો આ દુર્ગા પૂજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ કમિટી તરફથી પાઠવવામાં આવ્યું છે.






Latest News