મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટર પાસે પાણીની કુંડીમાં ડૂબી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE













મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટર પાસે પાણીની કુંડીમાં ડૂબી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત

મોરબી નજીક આવેલ એબીસી રીફેક્ટરી લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીક આવેલ એબીસી રિફેકટરી લેબર ક્વાર્ટરમાં રહેતા કમલભાઈ વસવાનો ત્રણ વર્ષનો દીકરો અનશુમત વસવા કોઈ કારણોસર રમતા રમતા લેબર ક્વાર્ટર પાસે આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીના ઘુટુ ગામની સીમમાં કારખાનાની સામેના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાં વરલી જુગારના આંકડા લેતા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (50) રહે. ભરવાડ સમાજની વાડી પાસે પંપની પાછળ ત્રાજપર વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 210 રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. જયારે વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હિંમતભાઈ હિફાભાઇ રાઠોડ (30) રહે. મીલ પ્લોટ શાંતિનગર વાંકાનેર વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 330 ની રોકડ કબજે કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News