મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી-કચ્છ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતાં નીચે પટકાયેલ યુવાન ઉપર બીજું બાઇક ફરી જતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













મોરબી-કચ્છ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતાં નીચે પટકાયેલ યુવાન ઉપર બીજું બાઇક ફરી જતાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના વીસીપરામાં સિસ્ટર બંગલા પાસે રહેતો યુવાન બાઈક લઈને કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને પોતાના ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પાછળથી આવી રહેલ બાઈક ચાલકે યુવાન ઉપર તેનું બાઈક ચડાવી દીધું હતું જેથી રસ્તા ઉપર પડેલા યુવાનના મોઢા, માથા અને પગમાં ઇજા થતાં યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટર બંગલા પાસે રહેતા ઈકબાલભાઈ અબ્બાસભાઈ શાહમદાર (36)એ બાઈક નંબર જીજે 36 એડી 8728 ના ચાલક જયેશભાઈ પંચાસરા રહે. લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ પરંપરા હોટલ પાસેથી ફરિયાદીનો દીકરો સાહિલ ઈકબાલભાઈ શાહમદાર (17) તેનું બાઈક નંબર જીજે 36 એકે 9926 ઉપર મોરબી પરત આવી રહ્યો હતો ત્યારે પરંપરા હોટલ પાસે તેનું બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું અને તે રસ્તા ઉપર પટકાયો હતો ત્યારે પાછળથી બાઈક લઈને આવી રહેલ જયેશ પંચાસરાએ તેનું બાઈક સાહિલની ઉપરથી ફેરવી દેતા સાહિલને મોઢા, માથા અને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જુગાર રમતા પકડાયા

મોરબીમાં ટિંબડી ગામની સીમમાં આવેલ કારખાનાની પાછળ બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અક્રમભાઈ અનવર શેખ (24) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી તથા સોએબ આમદભાઈ શાહમદાર (24) રહે. રીસીપરા જૂના હાઉસિંગ બોર્ડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 520 ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




Latest News