મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો


SHARE





























પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો

મોરબી જીલ્લામાં ઘણા લોકો રોજગારી માટે આવે છે તેવી જ રીતે હળવદના માનસર ગામે છોટાઉદેપુર જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવેલ હતો અને પિતરાઈ ભાઈ તેમજ બહેનને પ્રેમ સબંધ હતો. જો કે, એક નહીં થઈ શકે તેની ચિંતામાં માનસર ગામની સીમમાં વીજ પોલ સાથે ગળાફાંસો ખાઈને સજોડે આપઘાત કરેલ છે. જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદના માનસર ગામે હસમુખભાઈ ગોહિલની વાડીએ રાઇન મજૂરી કામ કરતાં આરતીબેન નવલસિંહ તડવી (20) અને સંજયભાઈ કનુભાઈ તડવી (23) એક દિવસથી ગુમ હતા જેથી તેને શોધી રહ્યા હતા અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો દરમ્યાન માનસર ગામની સીમમાં સુરેશભાઈની વાડી પાસે વીજ પોલ ઉપરથી ગળાફાંસો ખાધેલ હાલતમાં આરતીબેન અને સંજયભાઈનો આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી જે મૃતક બંને પિતરાઈ ભાઈ અને બહેન છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે, સમાજ એક નહીં થવા દે તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી લાગી રહ્યું છે.














Latest News