મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી આધેડ મહિલાએ ઘરમાં જ અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીમાં રહેતી આધેડ મહિલાએ ઘરમાં જ અંતિમ પગલું ભર્યું

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપની પાછળના ભાગમાં આવેલ ગણેશનગરમાં રહેતા આધેડ મહિલાએ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપની પાછળના ભાગમાં ગણેશ નગરમાં રહેતા માનુબેન જયંતીભાઈ સારલા (50) નામના આધેડ મહિલાએ પોતાના ઘરની અંદર સીલીંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાતના આ બનાવ અંગે મૃતકના દીકરા પ્રકાશભાઈ જયંતિભાઈ સારલા (35) રહે. ગણેશનગર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પરિવાર પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લા બે વર્ષથી મૃતક મહિલાની માનસિક સ્થિતિ અસ્થિર હોય તે બાબતે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેની દવા ચાલી રહી હતી અને છેલ્લા દિવસોથી એકલા એકલા રહેતા હતા અને એકલા એકલા બોલતા હતા કે દવાથી સારું થતું નથી દરમિયાન તેણે આ પગલું ભરી લીધેલ છે. જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભુપતભાઈ ગોરધનભાઈ નામના ૩૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.ગત તા.૯ ના સવારે દશેક વાગ્યાના અરસામાં ત્રાજપર નજીક રિક્ષાવાળાએ હડફેટે લેતા ભુપતભાઈ નામના યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપી હાલ તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે હોસ્પિટલમાંથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News