મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમત દ્વારા ગ્રાહકને ૧.૪૭ લાખની રકમ મળી

મોરબીના રહીશ અને બોનીપાર્ક પાસે રહેતા ધનજીભાઈ ડાયાભાઇ શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નાખવા માટે ઇન્ટીફાઇ સોલાર પ્રા.લી.-જામનગરને રૂા.૧,૪૮,૨૮૭ ચેક દ્વારા ભરતા આ કંપનીએ નિયત સમયમર્યાદામાં સોલાર પેનલ ફીટ નહીં કરી આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરવામાં આવ્યો હતો.નામદાર કોર્ટે ધનજીભાઈને તા.૨૪-૫-૨૪ થી ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૧૦,૦૦૦ (દસ હજાર) અન્ય ખર્ચ સાથે રૂા. ૧,૪૮,૨૮૭ ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે બોનીપાર્કની બાજુમાં રહેતાં ધનજીભાઈ ડી.શેરસીયાએ પોતાના મકાન ઉપર સોલાર પેનલ નખાવવા માટે જામનગરની ઇન્ટીફાઇ સોલાર કંપનીને ચેક દ્વારા રૂા ૧,૪૮,૨૮૭ રૂપિયા ભરેલ અને ૩૦ દિવસમાં સોલાર પેનલ ફીટ થઇ જશે તેવી બાંહેધરી કંપનીએ આપેલ પરંતુ સમય મર્યાદામાં સોલાર પેનલ ફીટ ન કરી અને રૂપિયા પરત આપેલ નહીં તેથી ધનજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.ગ્રાહક અદાલતે ઘનજીભાઈને રૂા.૧,૪૮,૨૮૭ અને રૂા.૧૦,૦૦૦ અન્ય ખર્ચના કુલ ખર્ચ રૂા.૧,૫૮, ૨૮૭/- ૯ ટકાના વ્યાજ સાથે તા.૨-૫-૨૪ થી ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.




Latest News