મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ
મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ
SHARE
મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ
GMERS-જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તા.11/10 ના રોજ ડો.પી.કે દુધરેજીયા સુપ્રીડેન્ટ જનરલ હોસ્પિટલ મોરબી અને ડો.ધનસુખ અજાણા ડિસ્ટ્રિક્ટ ટીબી ડાપકુ ડી.એસ રાજેશભાઈ જાદવ એચઆઇવી ઓફિસરના માર્ગદર્શન હેઠળ દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ .દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ સાટા અને જલેબી, ફરસાણનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા સુપ્રીડેન્ટ તથા ડો. દિશા પાડલિયા એ.આર.ટી મેડિકલ ઓફિસર અને ડો. અંકિતા કોટડીયા ઉપસ્થિત રહેલ તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવેલ કુલ ,80 કીટ તથા બાળકોને મીઠાઇ અને ફરસાણ આપવામાં આવેલ.આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી આર્થિક અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ.શ્રી સિરામિક ગૃપ પરીવાર તેમજ લોકલ દાતાઓને વિનંતી કરવામાં આવેલ કે મોરબી જિલ્લામાં સિવીલ હોસ્પિટલ ખાતે એચ.આઈ.વી. ફીલ્ડ કો-ઓડીનેટર રાજેશભાઈ કે.લાલવાણી કે જેઓ એચ.આઈ. વી. પોઝિટિવ સગૅભા બહેનો ઉપર કામ કરે છે. કોઈ વ્યક્તિને રાશનકિટમાં સહયોગ આપવો હોય કે વાર તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૭૫૬૭૫ ૧૭૪૬૨ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.