મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ
SHARE









મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ
સંપૂર્ણ રાષ્ટ્રવાદને વરેલ ભારતીય સંસ્કૃતિ પર આધારિત સમાજ રચનાનું નિર્માણના ધ્યેય સાથે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની પ્રાંતિય રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું મોરબીમાં આવેલ નવયુગ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે દર્શનાબેન પરમાર, અલ્પાબેન મારવણિયા, મીનાબેન વાઢેર હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશનની સાથે જ બાળકોને સુંદર મજાની કીટ આનંદનગર શાખા-મોરબી શાખા અને જામનગર શાખા દ્વારા દ્વારા પ્રમાણપત્ર આપવમે આવેલ હતા. આ તકે શૈલેશભાઈ દેત્રોજા (પ્રમુખ-મોરબી પેપર મિલ એસો.), મુકેશભાઇ ઉઘરેજા (પૂર્વ પ્રમુખ-મોરબી સિરામિક મેન્યુ. એસો.), હરેશભાઈ બોપલીયા (ઉપપ્રમુખ-ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા), વિનોદભાઇ લાઠીયા (રિજિયોનલ જનરલ સેક્રેટરી-ભારત વિકાસ પરિષદ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (રિજિયોનલ સેક્રેટરી સંસ્કાર-ભારત વિકાસ પરિષદ), યતીનભાઈ રાવલ (પ્રધાન આચાર્ય- નવયુગ સંકૂલ), પ્રાંત ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાવલ, દિવ્યેશભાઈ સતાસીયા, ભૂષણભાઈ ભટ્ટ, મોરબી શાખાના અધ્યક્ષ ડૉ. જયેશભાઈ પનારા, જેઠસુરભાઈ ગુજરીયા, નરેન્દ્રભાઇ ભાડલીયા, શોભનાબેન ભાડલીયા, આનંદ સિદ્ધપુરા, ધ્રુમિલભાઈ આડેસરા તથા હરિભાઇ પરમાર સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ પ્રાંતીય રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા હિન્દી અને સંસ્કૃત વિભાગની કૃતિઓ બંને એક સાથે શરૂ કરવામાં આવી અને સૌરાષ્ટ્ર–કચ્છ પ્રાંતની ૧૯ જુદી જુદી શાખાઓની વિદ્યાર્થી ટીમ દ્વારા બંને વિભાગોમાં કુલ ૩૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને આ સ્પર્ધામાં વિજેતા ટીમ રિજીયન કક્ષાની પ્રતિયોગિતા વડોદરામાં તા 20/10 ના રોજ યોજાશે જેમાં ભાગ લેવા માટે જશે અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરશે.

