મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ
રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો
SHARE







રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો
રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના સ્ટાફ વિશાલ ભટ્ટ (ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર-રાજકોટ) ની સૂઝબૂઝના લીધે એક સગીર છોકરાને સલામત રીતે બાળ કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો છે. હાલમાં તા 10/10 ના રોજ, ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર-રાજકોટ વિશાલ ભટ્ટને ખંભાળિયા અને જામનગરની વચ્ચે ટ્રેન નં. 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન S-3 કોચમાં ટિકિટ વિનાનો સગીર છોકરો મળ્યો હતો અને છોકરો ખૂબ ડરી ગયો હતો કારણ કે તેની પાસે ટિકિટ ન હતી. આબે અધિકારી સૂઝબૂઝ વાપરી છોકરા સાથે પ્રેમથી વાત કરી અને તેને તેની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી અને થોડા સમય પછી, આ 13 વર્ષના સગીર છોકરાએ કહ્યું કે તેનું નામ સાહિલ છે અને તે બનારસનો રહેવાસી છે. તેના માતા-પિતાના અવસાન બાદ તે ખંભાળિયામાં તેની બહેન અને જીજાજીના ઘરે રહેતો હતો. અને તે ઘરેથી નીકળી ગયો હતો અને હાલમાં તેને સહી સલામત રીતે બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપી આપવામાં આવેલ છે.
