રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો
મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા
SHARE
મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા
મોરબીમાં ફૂડ વિભાગને જયારે જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે જ લોકોના આરોગ્યની ચિંતા થતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવી જ રીતે કાલે દશેરાને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં મોરબી ફૂડ વિભાગ કચેરીની ટીમે ચેક કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ જુદાજુદા મીઠાઇ અને ફરસાણના 73 નમૂના લેવામાં આવેલ છે.
રાજયના દરેક જીલ્લામાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુદીજુદી કેટેગરીના નમુના લેવાની તેમજ અવરનેશ પોગ્રામોની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને ધ્યાને રાખીને વિવિધ કેટેગરીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં તેલના 10, મોળા સાટાના 4, ગળ્યા સાટાના 4, બેકરી પ્રોડક્ટના 14, દૂધના 10, મીઠાઇના 19, ડ્રાય ફૂટના 4, જલેબીના 4 અને ફાફડા ગાંઠિયાના 4 નૂમના લેવામાં આવેલ છે તેને લેબમાં મોકલાવવામાં આવશે.