મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત


SHARE













મોરબીમાં આંચકી આવતા સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત

મોરબી નજીકના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સગર્ભા મહિલાને આંચકી આવતી હોય તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં રહેલ સગર્ભા મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની  નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતિ મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ લીડસન સિરામિક કારખાનામાં ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હરેશભાઈ સીતારામભાઈ સાવઇયાના પત્ની જેમાંબેન હરેશભાઈ સાવઇયા (21) ને ગત તા. 8/10/24 ના રોજ આંચકી આવતા સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસબે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી પ્રમાણે મૃતક મહિલાને પાંચ માસનો ગર્ભ હતો અને આંચકી ઉપડતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત થયું છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,000 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અજયભાઈ પુનાભાઈ વાળા (36) રહે. સનાળા તુલસી પાર્ક કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા રહે. સનાળા મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News