મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં અઢી લાખની સામે આઠ લાખ દીધા તો પણ હજુ સાડા આઠ લાખની ઉઘરાણી ચાલુ !, બે સામે નોંધાયો ગુનો


SHARE













મોરબીમાં અઢી લાખની સામે આઠ લાખ દીધા તો પણ હજુ સાડા આઠ લાખની ઉઘરાણી ચાલુ !, બે સામે નોંધાયો ગુનો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત મુદ્દલની રકમ પરત આપી દીધી હતી તેમ છતાં પણ બળજબરીપૂર્વક તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને બે શખ્સો દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. ગાળો બોલીને છરી દેખાડવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ સામે એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષભાઈ પટેલ (26) નામના યુવાને ભરત ઉર્ફે બીકે કાળુભાઈ ગોગરા રહે લીલાપર રોડ બોરીચા વાસ મોરબી તથા રાજન ભરતભાઈ કાતડ રહે. સનાળા બાયપાસ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે ઊંચા વ્યાજે ભરત ઉર્ફે બીકે ગોગરા પાસેથી રૂપિયા લીધેલ હતા અને તે ઊંચા વ્યાજ સહિતની મુદ્દલની રકમ પરત આપી દીધી હતી તેમ છતાં પણ બળજબરીપૂર્વક વધારે રૂપિયા કઢાવવા માટે થઈને બંને શખ્સો દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયાની ઉઘરાણી કરીને ગાળો આપવામાં આવતી હતી અને છરી દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે

વધુમાં ભોગ બનેલા યુવાન પાસેથી મળેલ માહિતી મુજબ તેને રૂપિયાની જરૂર હતી ત્યારે ભરત ઉર્ફે બીકે પાસેથી 2.50 લાખ વ્યાજે લીધેલ હતા અને ત્યારે તેને 217500 આપવામાં આવેલ હતા તેની સામે તેને સમયાંતરે આઠ લાખ રૂપિયા તેને આપી દીધેલ હતા તો પણ તેની પાસેથી વધુ સાડા આઠ લાખ રૂપિયા લેવા માટે તેને ધમકીઓ આપવામાં આવતી હતી અને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.




Latest News