મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખીને અપહરણ કરીને 12 જેટલા શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારતા યુવાનની હત્યા


SHARE









મોરબીમાં પ્રેમ પ્રકરણનો ખાર રાખીને અપહરણ કરીને 12 જેટલા શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારતા યુવાનની હત્યા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેનો ખાર રાખીને યુવતીના બે કાકા સહિતના ૧૨ જેટલા શખ્સો દ્વારા યુવાનના ઘર પાસે આવેલા વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાર તેને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો ત્યારબાદ તેનું રિક્ષામાં અપહરણ કરીને મોરબી તાલુકાના બેલા ગામ તરફ લઈ ગયા હતા અને ત્યાં સીએનજી પમ્પ નજીક બાવળની કાટમાં ધોકા વડે માર માર્યો હતો અને હાથે પગે તથા માથામાં માર માર્યો હોવાથી યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હત્યાનો બનાવ બનેલ હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 12 જેટલા શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતાના મંદિર પાસે રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ માનેવાડિયા જાતે કોળી (23)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે ઉગો આદગામા, નરેશ લાભુ વાઘેલા, કિશોર લાભુ વાઘેલા, વિશાલ કોળી, હકા અદગામા, કાના હકા, જયેશ જીવણ અદગામા, સુનિલ જયંતી જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરિયો રબારી અને એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઇન્દિરાનગરમાં તેઓ જ્યાં રહે છે ત્યાં તેના ભાઈ મૃતક વિજય ઉર્ફે રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા જાતે કોળી (20) વાળો હાજર હતો ત્યારે આરોપી પ્રવીણ ઉર્ફે ઉગો અને હકા અદગામા સહિતના ત્યાં આવ્યા હતા અને આ બંને શખ્સની ભત્રીજી સાથે ફરિયાદીના ભાઈને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો ઇન્દ્રાનગર વિસ્તારમાં બેઠા હતા ત્યારે ત્યાં આરોપીઓ ધોકા પાઇપ જેવા હથિયાર લઈને આવેલ હતા અને ફરિયાદીના ભાઈ વિજય ઉર્ફે રવિને શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હતો તેમજ ઢસડીને તેનું રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા ત્યારબાદ મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ સીએનજી પંપ નજીક બાવળની કાંટમાં લઈ જઈને ત્યાં તેને ધોકા વડે શરીર ઉપર આડેધડ હાથે પગે અને માથાના ભાગે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને વિજય ઉર્ફે રવિ પરષોત્તમભાઈ માનેવાડિયાનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હત્યાના આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા ચલાવી રહ્યા છે






Latest News