મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રોયલ રાસોત્સવ-2024 નું આયોજન


SHARE







































મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રોયલ રાસોત્સવ-2024 નું આયોજન

મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2024″નું દાંડીયા વિથ ડીનરનું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. તા. 16/10/2024, બુધવાર ને શરદ પૂનમ નાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત તથા આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં વર્સેટાઈલ સિંગર કૌશલ પીઠડીયા તથા ગોતિલો (ખલાસી) ગીત નાં co - Singer દીપાલી વ્યાસ પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તથા ડિનર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે તેમજ રાત્રિ નાં 9-15 થી ગરબા ની રમઝટ શરૂ થશે.  ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ શ્રીજી કીડ્સ- શીવ- શક્તિ આર્કેડ, HDFC બેંક પાસે, શક્તિ પ્લોટ મેઈન રોડ મોરબી, સેલ્લ્યુલર વર્લ્ડ,ઓમશાંતી કોમ્પલેક્ષ, બીજો માળ, આનંદ સ્ટેશનરી પાસે, રવાપર રોડ મોરબી, પુજારા ટેલિકોમ સરદાર બાગ પાસે, શનાળા રોડ મોરબી ભોજાણી સ્ટોર – પરા બજાર, મોરબી, જય જલારામ ટ્રેડિંગ કું.- શ્રી સદગુરુ ટ્રેડર્સ, ગાંધી ચોક ખાતેથી મેળવવાના રહેશે.
















Latest News