અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાની કોલોનીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવાનની હત્યા


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનાની કોલોનીમાં રૂપિયાની લેતીદેતી બાબતે યુવાનની હત્યા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક કારખાનામાં લેબર કોલોનીમાં પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે યુવાનને નીચે પડી દઈને પાવડાના હાથા વડે તેને મોઢા, કપાળ અને શરીર ઉપર આડેધડ માર મરવામાં આવેલ હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના કૌટુંબિક ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રાહુલભાઈ પુરનલાલ જોશી (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાનુ ઉર્ફે પ્રવીણ રાજુકુમાર જોશી રહે. બાલાબેહટ તાલુકો પાલી ઉત્તરપ્રદેશ વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાણુ પાસેથી ફરિયાદીના કૌટુંબિક ભાઈ સંદીપ જોશીએ ખર્ચના પૈસા માંગ્યા હતા અને આરોપી પાસે પૈસા નથી તેમ કહી ના પાડતા પૈસાની લેતી લેતી બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આરોપીએ સંદીપને પાડી દીધો હતો અને ત્યાર બાદ પાવડાના હાથા વડે તેના મોઢા, કપાળ અને શરીર ઉપર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજા પામેલ સંદીપનું મોત નીપજયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવમાં મૃતકના કૌટુંબિક ભાઈની પોલીસે ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News