મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાનાં ઘુનડા(સ.)માં મજૂરને તેડવા જતાં યુવાનને છરીના ઘા ઝીકયા


SHARE









ટંકારાનાં ઘુનડા(સ.)માં મજૂરને તેડવા જતાં યુવાનને છરીના ઘા ઝીકયા

ટંકારા તાલુકાનાં ઘુનડા(સ.) ગામે મજૂરને તેડવા માટે જતાં યુવાનને રોકીને તેની સાથે એક શખ્સે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને તેની પાસે રહેલ છરીનો એક ઘા યુવાનને પેટના ભાગે અને ખભે તેમજ પગના ભાગે છરીના ઘા ઝીકયા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઘુનડા(સ.) ગામે રહેતા મયુરભાઇ જયંતીભાઇ પરેચા જાતે કોળી (ઉ.૧૯) એ હાલમાં મેરૂભાઇ વિનુભાઇ પાટડીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘુનડા(સ.) ગામ હોળીની ધાર પાસે તેઓ પોતાનું બાઇક લઇને તેના મજુરને તેડવા જતા હતા ત્યારે આરોપીએ ફરીયાદી સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મુંઢ માર મારતા ફરીયાદી યુવાને પ્રતિકાર કર્યો હતો અને ત્યારે આરોપીએ તેની પાસે રહેલ છરીનો એક ઘા ફરીયાદીને ડાબી બાજુ પેટના ભાગે મારી ગંભીર ઇજા કરી હતી તેમજ બીજા ઘા મારતા ફરીયાદીએ પ્રતિકાર કરતા ડાબી બાજુના ખંભાની પાછળના ભાગે તથા બંને પગની પાછળના ભાગે મારીને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આપેલ છે જેથી કરીને હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News