હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સામું જોવા બાબતે છરી-ધોકા વડે હુમલો કરનારા પાંચ શખ્સની સામે કાર્યવાહી


SHARE













મોરબીમાં સામું જોવા બાબતે છરી-ધોકા વડે હુમલો કરનારા પાંચ શખ્સની સામે કાર્યવાહી

મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલા મહિલા સહિતના કુલ પાંચ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામ સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે એક પક્ષના પાંચ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગરમાં રહેતા ઈકબાલભાઈ કરીમભાઈ વડાવરીયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુબેર ઉર્ફે બબૂડોઅકરમ શામદારકિશન ઉર્ફે કે.કે.સીલવાવિશાલ કોળી અને સિકંદર મિયાણા રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, વાવડી રોડ ઉપર જનકનગર સોસાયટી પાસે ફરિયાદીને જુબેર ઉર્ફે બબુડો એ સામું કેમ જોવે છે અમે અહી રહેવા આવેલ હોય જેથી તું આ શેરીમાંથી જતો રહે જે તેમ કહીને જુબેર અને અકરમે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓ ત્યાં લાકડાના ધોકા લઈને આવેલા હતા અને ફરિયાદી યુવાનને ધોકા વડે માર માર્યો હતો તેમજ મુસ્તાક સોલંકી અને ફરિયાદીના પત્ની હીનાબેન વચ્ચે પડતા તેઓને પણ જુબેરે પોતાની પાસે રહેલ છરી કાઢીને મુસ્તાકને હાથની ત્રીજી આંગળીમાં ઈજા કરી હતી તથા ફરિયાદીના પત્ની હીનાબેન સાથે ઝપાઝપીમાં કરીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિત ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ યુવાને પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી જુબેર ઉર્ફે બબૂડો મહેબૂબ માયક (25)અકરમ મહેબૂબ શામદાર (22)કિશન ઉર્ફે કેસી પ્રવીણભાઈ લવા (24)વિશાલ ભૂપત સુરેલા (24) અને સિકંદર કાદર મોવર (23) રહે. બધા મોરબી વાળાને પકડીને તેની સામે કાર્યવાહી કરેલ છે.

માર મારીના ગુનામાં ચાર આરોપી પકડાયા

મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતાં ધરમશીભાઈ મોહનભાઈ જાંબુકિયા સતવારા (52) અને તેમના પુત્ર રાજુ ધરમસીભાઇ જાંબુકિયા (30) ઉપર ચાર શખ્સોએ ધોકા તથા પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી તે બંનેને સિવિલે સારવાર માટે લઈ ગયા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેસને ધરમશીભાઈ જાંબુકિયાએ ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કેસેન્ટીંગનો સામાન ભાડે આપ્યો હતો. તેનો હિસાબ કરવા માટે તેઓએ મનસુખ દેવકરણએ બોલાવ્યા હતા અને ત્યાર બાદ માર માર્યો હતો જેથી આ ગુનામાં પોલીસે આરોપી મનસુખ દેવકરણ ચાવડા (38), દયારામ ઉર્ફે ટારઝન દેવકરણ ચાવડા (35), દેવકરણ માધવજી ચાવડા (64) અને મેઘજી માધવજી ચાવડા (52) રહે. બધા ગોકુલનગર મોરબી વાળાને પકડીને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા અને તેની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News