મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને ધમકી આપનારા સામે કાર્યવાહી


SHARE













મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને ધમકી આપનારા સામે કાર્યવાહી

મોરબીમાં રહેતા વૃદ્ધ પાસેથી આઠ દિવસ પહેલા 30,000 રૂપિયા એક શખ્સે ઉછીના લીધેલા હતા જે પૈસા વૃદ્ધે પાછા માંગતા સામેવાળાને તે સારું લાગ્યું ન હતું અને તેને વૃદ્ધને ગાળોને ધોકા વડે મૂઢમાર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ શખ્સને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-4 માં રહેતા જયંતીભાઈ મૂળજીભાઈ ભલસોડ (70)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુનિલ લુહાર રહે. મહેન્દ્રપરા શેરી નં-2 વાળાની સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવેલ હતી કે, આઠ દિવસ પહેલાં આરોપીએ તેની પાસેથી હાથ ઉછીના 30,000 રૂપિયા લીધેલા હતા અને તે રૂપિયા આરોપીની પાસેથી ફરિયાદીએ પાછા માંગ્યા હતા જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ધોકા વડે મૂઢ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી સુનિલ અમૃતલાલ રાઠોડ જાતે લુહાર (40) રહે. મહેન્દ્રપરા શેરી નં-2 વાળાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News