મોરબી જીલ્લામાં ૧૨ વર્ષમાં ૩૧,૨૪૫ મહિલાઓ માટે ૧૮૧ અભયમ ની સેવા બની આશીર્વાદ કચ્છથી પાયલોટિંગ સાથે રાજકોટ બાજુ કતલખાને લઈ જવાતા 17 પાડાને ગૌરક્ષકોએ મોરબીની દલવાડી ચોકડી પાસેથી બચાવ્યા મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા 64 માં જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ-સુખડી વિતરણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘર પાસે સફાઈ કરીને કચરો સળગાવતી મહિલાને દંપતી સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો માળીયા (મી)ના સરવડ પાસે ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન હળવદના દેવીપુર ગામના પાટીયા પાસે ટ્રક ટેન્કરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત હળવદના રણજીતગઢ ગામેથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો હળવદ અને મોરબીમાં દારૂની 3 રેડ: 96 બિયરના ટીન અને દારૂની નાની 89 બોટલ કબ્જે, 3 આરોપી ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક પ્રોપેન ગેસનું કટીંગ !, 26.57 લાખનો મુદામાલ કબ્જે: હોટલ ભાડે રાખનાર-ઓઇલ મીલના કબ્જેદાર સહિતનાઓની સામે ફરિયાદ


SHARE













મોરબી નજીક પ્રોપેન ગેસનું કટીંગ !, 26.57 લાખનો મુદામાલ કબ્જે: હોટલ ભાડે રાખનાર-ઓઇલ મીલના કબ્જેદાર સહિતનાઓની સામે ફરિયાદ

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ હોટલ નજીક હોટલ ભાડે રાખનાર, ઓઇલ મીલના કબ્જેદાર તથા ટેન્કર ચાલક દ્વારા ટેન્કરમાં રહેલ પ્રોપેન ગેસને ચોરી કરવાના ઇરાદે ગેર કાયદેસર રીતે ગેસ કટીંગ કરવામાં આવતું હતુ. તે દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલ તાલુકા પોલીસની ટીમ  દ્રારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ટેન્કર, બાઇક, ગેસ ભરવાના બાટલા તથા અન્ય સાધનો મળી આવ્યા હતા અને હાલમાં રૂપિયા 26.57 લાખનો મુદામાલ કબ્જે કરીને ભાગી છુટેલા ટેન્કર ચાલક, હોટલ સંચાલક અને ઓઇલ મીલના ભોગવટાદાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવા પામેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી. ભટ્ટ તથા સ્ટાફના વનરાજભાઈ ચાવડા, સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, રમેશભાઈ મુંધવા અને કેતનભાઇ અજાણા સહિતની ટીમ ગઈકાલ રાત્રિના પેટ્રોલિંગમાં હતી ત્યારે આજે તા.૧૫ ના વહેલી સવારે ૪ વાગ્યે ગાળા ગામની સીમ સુખસાગર હોટેલના કંપાઉન્ડમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવતા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેસ કટીંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે ટાટા કંપનીનુ ટેન્કર એનએલ ૧ એલ ૫૪૬૫ નો ચાલક, હોટલ ભાડે રાખનાર સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા જાતે બિશ્નોઇ (૩૫) રહે. હાલ સુખસાગર હોટેલ ગાળાની સીમ તા.જી.મોરબી મુળ રહે. કુંડકી તા.ચીતલવાન જી.સાંચોર રાજસ્થાન, માધવ મીની ઓઇલ મીલના કબ્જા ભોગવટો ધરાવનાર અને તપાસમાં ખુલ્લે તેઓની સામે બી.એન.એસ કલમ ૩૧૬(૩), ૩૧૭(૨),૧૧૦, ૨૮૭, ૨૮૮,૧૨૫, ૫૪ મુજબ ગુનો નોંધાયો છે.

વધુમાં પોલીસ પાસેથી ફરિયાદની મળેલ માહિતી મુજબ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાના અંગત ફાયદા સારૂ હોટલના સંચાલક અને ઓઇલ મિલના કબજેદારે ટેન્કર વાળાનો સંપર્ક કરીને ગેસનું કટિંગ કરીને તેનું વેચાણ કરવાના ઇરાદે ગેસનો જથ્થો મેળવ્યો હતો આ રેડ દરમ્યાન ટેન્કર રૂપિયા ૧૫,૦૦,૦૦૦ તથા ટેન્કરમાં ભરેલ લીકવીફાઇડ પ્રોપેન ગેસ આશરે ૧૫૩૨૦ મેટ્રિક ટન જેની કિંમત ૧૦,૩૦,૮૫૭ તથા ટેન્કર સાથે ફીટીંગ કરેલ એક બાજુ પાંચ નીપલ વાળી કાળા કલર પાઈપ આશરે ૧૦ ફુટ તથા તેની સાથે જોડેલ લોખંડની પાઇપ આશરે ૩૫૦ ફુટ બીજી બાજુ ટેન્કર વાલ્વ સાથે જોડેલ નીપલ સાથે લગાવેલ કાળા કલરની રબરની પાઈપ આશરે ૨૫ ફુટ જેની પ્લાસ્ટિક તથા લોખંડની પાઈપ નીપલની કૂલ કિંમત ૫૦૦૦ તથા ગેસના સીલીન્ડર નાના મોટા નંગ ૫૦ હોય કિંમત ૧, ૦૦,૦૦૦ અડધા ફુટ લોખંડની નળ આમ કુલ મળીને ૨૬,૫૭,૩૫૭ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News