મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના પાવડિયારી પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા શાક લેવા જતાં યુવાનનું મોત


SHARE





મોરબીના પાવડિયારી પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા શાક લેવા જતાં યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાપડયારી નજીક કારખાના સામેથી યુવાન ચાલીને શાક માર્કેટએ શાકભાજી લેવા માટે થઈને જઈ રહ્યો હતો ત્યારે ડમ્પરના ચાલકે તે યુવાનને હડફેટે લીધો હતો અને યુવાનને હાથે, પગે, આંખના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા કરી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે ડમ્પર ચાલક સામે હાલમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી જીવનસિંહ રામસિંહ દાગી (45) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 2 એક્સ એક્સ 7690 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો ભાઈ પ્રેમસિંહ રામસિંહ (35) મોરબીને સ્કાઇપ સીરામીકથી ચાલીને જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે ઉમિયા મિનરલ નામના કારખાના પાસે મોરબી તરફથી આવી રહેલ ડમ્પરના ચાલકે તેને આગળથી હડફેટે લીધો હતો અને ફરિયાદીના ભાઈને હાથે, પગે, આંખે તથા માથાના ભાગે ગંભીર ઈજા કરી હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરી છે




Latest News