મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનું ચેકિંગ, 6 વાહનોને પકડવામાં આવ્યા મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ મોરબીમાં ઘરેણાં-રોકડ ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાવતી પોલીસ મોરબીના લાલપર ગામ પાસેથી દારૂ-બિયરની 10 બોટલ સાથે 2 પકડાયા મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને ધમકી આપનારા વ્યાજખોરની ધરપકડ મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે ખેતી-રસોઈ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE













ટંકારાના નેકનામ ગામે ખેતી-રસોઈ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેકનામ ગામે વાડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે રસોઈ સમયે બનાવ બાબતે અને ખેતીમાં કામમાં ધ્યાન આપવા બાબતે બોલાચાલી થઈ હતી અને તેને તે બાબતે લાગી આવતાં યુવાન કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પડધરી હોસ્પિટલ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના નેકનામ ગામે કાંતિભાઈ કડવાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ વેચાતભાઇ માવી (૨૫) મૂળ રહે દાહોદ વાળાને તેના પત્ની સંગીતાબેન સાથે ગત તારીખ ૨૯/૧૦ ના રોજ રસોઈ બનાવવા બાબતે અને ખેતી કામમાં ધ્યાન આપવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતે લાગી આવતાં મહેશભાઈ માવીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓ ઝેરી અસર થતાં પડધરી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઇનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા જુગાર રમતા પકડાઇ

મોરબી તાલુકાના લીલાપર ગામનાં જાપા પાસે મગનભાઇ સનાભાઇ આત્રેશાનાં ઘરની બહાર ઓટા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે વસંતબેન મગનભાઇ આત્રેશા જાતે કોળી ઉ.૫૫, વિજ્યાબેન ઉર્ફ વીજુબેન અશોકભાઇ બાબરીયા જાતે કોળી ઉ.૩૭  અને જાગ્રૃતીબેન આનંદભાઇ આત્રેશા જાતે. કોળી ઉ.વ.૨૫ રહે ત્રણેય લીલાપર વાળી જુગાર રમતા મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૨૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News