હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ઊચાઇએથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE













મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ઊચાઇએથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળ ઉપરથી યુવાને નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ ઓરિન્ડા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો જગદીશસિંગ શત્રુગનસિંગ (24) નામનો યુવાન કારખાનામાં આવેલ લેબર કોલોનીમાં પહેલા માળે હતો ત્યારે કોઈ કારણોસર તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને આ યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળિયા વનાળીયા સોસાયટી ખાતે ભરતભાઈ બચુભાઈ ચાવડા (૪૮) અને આયુષ ભરતભાઈ ચાવડા (૧૪) ફીનાઇલ પી જતા સારવાર માટે સિવિલે લવાયા હતા.ફૈબાના દીકરા સાથે શેરીમાં લારી રાખવા બાબતની માથાકૂટનું લાગી આવતા તેઓએ ફિનાઈલ પી લીધું હતું તેમ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ જણાવેલ છે.જ્યારે હળવદના રાતાભેર (ડુંગરપુર) ગામે રહેતા બળદેવ જગદીશભાઈ કુકવા નામના યુવાનને ઢોર ચરાવતા સમયે અજાણ્યા ઇસમ દ્વારા માર મારવામાં આવતા વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખાતે રહેતા સોનલબેન પ્રકાશભાઈ ગોલતર નામની ૩૪ વર્ષીય મહિલા તા.૧૩ ના બપોરના બારેક વાગ્યે મોટરસાયકલમાં જતા હતા ત્યારે ત્યાં ત્રાજપર ગામે શિવ મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં બનેલ મારામારીની ઘટનામાં ઇજાઓ થતા મોહસીન રજાકભાઈ નામના ૧૫ વર્ષના સગીરને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.બંને બનાવો અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News