મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE





મોરબી ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં છેલ્લા ૧૩ વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે મોરબી ની જનતા માટે સેવાકીય પ્રવૃતિ કરતા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીનો ૧૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા મોરબી ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો. 

મોરબી સનાળા રોડ, સરદાર બાગ સામે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૨૫૦ સૌથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું શુભારંભ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, પરમ પૂજ્ય  જમનાદાસજી (હરહર અન્ન ક્ષેત્ર મોરબી), ટી ડી પટેલ (પ્રમુખ જય સરદાર ચેરીટેબલ ટ્રસ્ટ), સરોજબેન ડાંગરોચા (આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત મોરબી), વાંકાનેર-ટંકારા નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, કન્યા છાત્રાલય પ્રમુખ બેચરભાઈ હોથી, ઉમિયા ધામના સંચાલક એ.કે.પટેલ સહિત ડોક્ટરો અને સામાજિક અગ્રણી ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના નામાંકિત ડોક્ટર પ્રકાશ મોઢા (ન્યૂરો સ્પાઈન સર્જન), ડોક્ટર ત્રિશાંત ચોટાઈ (ન્યૂરો સ્પાઈન સર્જન), ડોક્ટર કૌશિક પટેલ (ટ્રોમા સર્જન), ડોક્ટર દિગ્વિજય સિંહ જાડેજા (બીપી ડાયાબિટીસ નિષ્ણાંત), ડોક્ટર કલ્પેશ બજાણીયા (ઓર્થોપેડિક એન્ડ સ્પાઇન સર્જન), ડોક્ટર કમલ ભટ્ટ (જનરલ સર્જન), ડોક્ટર વિપુલ પરમાર (નેફ્રોલોજીસ્ટ), ડોક્ટર યશ ટીલાલા (યુરોલોજીસ્ટ), ડોક્ટર મેહુલ ચૌહાણ (સ્પાઇન સર્જન), ડોક્ટર ઓમ દેવ સિંહ ગોહિલ (ચામડી રોગ નિષ્ણાંત), ડોક્ટર નિરવ વાછાણી (દાંત અને જડબાના સર્જન), ડોક્ટર હાર્દિક વેકરીયા (ક્રિટિકલ કેર નિષ્ણાંત), ડોક્ટર નીતાબેન ઠક્કર (વ્યંધત્વ નિષ્ણાંત), ડોક્ટર ઘનશ્યામ ગોરવાડિયા (સ્ત્રી રોગ નિષ્ણાંત), ડોક્ટર કરણ સરડવા (બાળ રોગ નિષ્ણાંત) અને ડોક્ટર પુલકિત બરસરા (કાન-નાક-ગાળા ના સર્જન) એ સેવા આપી હતી. તમામ દર્દીઓને વિના મૂલ્યે તપાસ કરી ફ્રી માં દવાઓ પણ આપવામાં આવેલ. ઉપરોક્ત તમામ ડોક્ટર નો આભાર મોમેન્ટો આપી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ એ ફેમિલી સાથે આભાર વ્યક્ત કરેલ.




Latest News