મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વીજ ચેકિંગ માટે ગયેલ વીજ કર્મચારીઓ ઉપર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી: બે શખ્સની ધરપકડ


SHARE













માળીયા (મી)માં વીજ ચેકિંગ માટે ગયેલ વીજ કર્મચારીઓ ઉપર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી: બે શખ્સની ધરપકડ

માળીયા મીયાણામાં જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રેલવે ફાટકની બાજુમાં જનરલ સ્ટોર દુકાન આવેલી છે ત્યાં દુકાને વીજ વપરાશ માટે મીટર છે કે કેમ તેમ વીજ કર્મચારી ચેકિંગમાં ગયા હતા ત્યારે પૂછ્યું હતું અને ત્યારે ત્યાં બેઠેલા બે શખ્સ દ્વારા વિજ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરવામં આવ્યો હતો અને ત્યારે એક શખ્સે ઉશ્કેરાઈ જઈને પ્લાસ્ટિકના પાઇપ પડે વિજકર્મીને ડાબા હાથના કાંડા ઉપર અને ખભા ઉપર માર મારીને ઈજા કરી હતી તેમજ અન્ય એક શખ્સે વીજ કર્મચારીઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વીજ કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી હતી અને બંન્ને આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સવજીભાઈ ડામોર (40)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવાબ ઈસુબભાઈ જેડા રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળિયા અને ફૈજાન મુરાદભાઈ જામ રહે મૂળ કાજરડા હાલ રહે માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી તથા અન્ય કર્મચારીઓ ઉપરી અધિકારીની મૌખિક સૂચનાથી માળીયા મીયાણા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે રેલવે ફાટક ની અંદર આવેલ જનરલ સ્ટોર નામની દુકાનમાં નવાબ જેડા તથા ફૈજાન જામ હાજર હતા અને દુકાનમાં વીજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પૂછતા નવાબ જેડા ઉસકેરાઈ ગયો હતો અને તેને પ્લાસ્ટિકના પાઇપ વડે વીજ કર્મચારી ને ખભા અને ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરી હતી તેમજ ફૈજાન જામે ફરિયાદી અને અન્ય વીજ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વિજ કર્મચારી દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકીવટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News